ઉપાય પાસે હોય તો પછી શા માટે બહાર અટવાયા કરવું?
વર્ષ ૨૦૦૩માં જગન્નાથ ઉત્સવમાં સર્વપ્રથમ બાપુજીનાં દર્શન કર્યા હતાં, આ સમયે મારા મનમાં પ્રશ્ર્ન ઉદ્ભવતો હતો કે કોણ છે આ બાપુ? હું અજ્ઞાનથી ઘેરાયેલો હોવાથી બાપુજીનાં ચરણદર્શનનાં અનન્ય મહત્ત્વ વિષે સમજાતુ નહોતું. થોડા દિવસો પછી આ ઉત્સવની યાદો ઓછી થવા લાગી હતી. હું મારા કુળદેવતા વ્યંકટેશ અને આરાધ્ય દેવતા દત્તાત્રેયની ભક્તિ કરતો હતો. મને જીવનમાં ગુરુની આવશ્યકતા વિષે સમજ પડતી હતી, પરંતુ અનુભવ થયો નહોતો. પ્રભુ દત્તાત્રેયની લીલાં જ હું સદ્ગુરુ બાપુનાં ચરણોમાં છું.
- અરુણસિંહ કુલકર્ણી
|